Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : કાર અને બાઈક વચ્ચેનાં અકસ્માતમાં એકનું મોત

  • September 09, 2022 

સુરતનાં માંગરોળ તાલુકાનાં આસરમા લિંબાડા ગામ નજીક નિવૃત આર્મીમેન અને માંગરોળની એસબીઆઇ બેન્ક સિક્યુરિટી ગાર્ડને કાર ચાલકે અડફેટે લેતાં મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, લક્ષ્મણભાઈ વેજાભાઈ જામોડ (રહે.સન સિટી સોસાયટી, કોસંબા) તેઓ માંગરોળ ખાતે પોતાની ફરજ પૂરી કરી બાઈક ઉપર કોસંબા તરફ જઈ રહ્યા હતા.




તે સમયે સામેથી આવતી કાર GJ/05/CS/6385નો ચાલક પૂરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી રહ્યો હતો. આ સમયે પોતાની સાઇડે બાઈક હંકારી રહેલા લક્ષ્મણભાઈ અડફેટે લીધા હતા, જેથી લક્ષ્મણભાઈ રોડ ઉપર પટકાતા મોઢાનાં ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. જોકે તાત્કાલિક આજુ-બાજુનાં લોકો દોડી આવી 108ની મદદથી દિનબંધુ હોસ્પિટલ કામરેજ ખાતે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application