Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : ટેમ્પો અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતાં એકનું મોત

  • September 20, 2022 

ઉંભેળ ગામે એપાર્ટમેન્ટમાં રહેતો યુવક મોપેડ લઈ હાઇવે પરથી કડોદરા તરફ આવી રહ્યો હતો તે સમયે આઇસર ટેમ્પો અડફેટે આવી જતા આઇસરનાં આગળનાં ટાયરમાં ફસાઈ જતાં યુવકનું મોત નીપજ્યું હતુ. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આયુષસિંહ રમેશસિંહ (ઉ.વ.31, રહે.204 શિવ રેસિડેન્સી, ઉંભેળ ગામ, કામરેજ) નાઓ રવિવારે સવારે પોતાની મોપેડ નંબર GJ/19/BB/5950 લઈ પોતામાં ઘરેથી નીકળી કડોદરા તરફ બેફામ રીતે આવી રહ્યો હતો.




તે દરમિયાન ઉંભેળ નેશનલ હાઈવે નંબર-48 પર ગુરુદ્ધરાની સામેથી પસાર થતા આઇસર ટેમ્પો નંબર GJ/05/YY/6867માં સામેની તરફ અથડાવી દેતા મોપેડ બાઈક આઇસર નીચે કચડાઈ જતા મોપેડ ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. બનાવ અંગે મોપેડ ચાલક વિરુદ્ધ કામરેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ  ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application