મનિષા સુર્યવંશી/વ્યારા : ડેડીયાપાડા તાલુકાનાં ચુલી ગામનાં રોડ પરથી ઉમરપાડાથી સાગબારા જતા રસ્તા ઉપર ટ્રેક્ટર ચાલકે પોતાના કબ્જાનો ટ્રેક્ટર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાંબી બે ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ઉમરપાડા તાલુકાનાં સટવાણ ગામમાં રહેતા રમેશભાઈ ઈશ્વરભાઈ વસાવા જેઓનાં પિતા ઈશ્વરભાઈ ગત તા.03/05/2022નાં રોજ રાત્રીનાં રોજ ચુલીગામ ઉમરપાડા સાગબારા મેઈન રોડ પર પોતાની કબ્જાની બાઈક લઈને જઈ રહ્યા હતા.
તે સમયે સોનિયાભાઈ કોટિયાભાઈ વસાવા (રહે.રેલ્વા ભરાડા ગામ, તા.ડેડીયાપાડા, જિ.નર્મદા)નાએ પોતાના કબ્જાનું ટ્રેકટર નંબર GJ/19/S/4325માં ઈટો ભરી મુખ્ય રોડ પર કોઈપણ પ્રકારનાં સિગ્નલ બતાવ્યા વગર લાઈટો બંધ રાખી અચાનક આવી જતાં ઈશ્વરભાઈનાં બાઈકને અડફેટે લેતા અકસ્માત કર્યો હતો. જેમાં ઈશ્વરભાઇને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ 108ની મદદથી ઉમરપાડા સરકારી દવાખાને લઈ ગયા હતા અને ત્યાંથી માંડવી સરકારી દવાખાને લઈ ગયા હતા જોકે ત્યાંથી વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમિયાન ગત તા.07/05/2022નાં રોજ ઈશ્વરભાઈનું મોત નીપજ્યું હતું.
જયારે ટ્રેકટર ચાલકે વધુ એક બાઈક નંબર GJ/19/BB/5814ને પણ અડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં બાઈક ચાલક નીતેશભાઈ ઓલિયાભાઈ વસવા નાને બંને પગે ગંભીર ઈજા પહોંચાડી હતી અને પાછળ બેસેલ ચિરાગભાઈને તથા મનોજભાઈ નાઓને પણ ઈજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે ઉમરપાડા પોલીસ મથકે રમેશ વસાવાએ તા.19/05/22નાં રોજ ટ્રેક્ટર ચાલક સોનિયા વસાવા વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500