મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર પુના ગામની સીમમાં મોટરસાયકલ ચાલક અને કાર ચાલક વચ્ચે સર્જાયેલ ગંભીર અકસ્માતમાં મોટરસાયકલ ચાલક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ. મળતી માહિતી મુજબ, મહુવા તાલુકાનાં કરચેલીયા ગામે નવી વસાહત ફળિયામાં રેહતો 25 વર્ષીય યુવાન સુરજ અમરતભાઈ નાયકા ગત તા.4 માર્ચનાં રોજ શનિવારનાં રોજ પોતાની મોટરસાયકલ નંબર GJ/19/BF/5422 લઈ પોતાના મિત્ર આર્યન નાયકા સાથે વલવાડાથી કરચેલીયા તરફ આવી રહ્યો હતો.
તે દરમિયાન મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર ઈકો કાર નંબર GJ/19/AF/1362ના ચાલકે પોતાના કબ્જાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પુના ગામની સીમમાં સુરજ નાયકાની મોટરસાયકલને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમા મોટરસાયકલ સવાર બે યુવાનો પૈકી સુરજ નાયકા (ઉ.વ.25)નુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ. જ્યારે અન્ય એક યુવાન આર્યન મહેશભાઈ નાયકા ઈજગ્રત થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન યુવાનનુ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ. ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application