Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર માંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, ત્રણ વોન્ટેડ

  • October 30, 2022 

બારડોલીનાં જોગી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો, જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતા. મળતી માહિતી અનુસાર, બારડોલી પોલીસને બાતમી મળી હતી કે બારડોલીનો લિસ્ટેડ બુટલેગર પોતાના પુત્રો સાથે મળી કારમાં વિદેશી દારૂ લઈ જોગી ફળિયા પાસેથી પસાર થવાનો છે. જે બાતમીનાં આધારે વોચ ગોઠવવામાં આવતાં બાતમી પ્રમાણેની મારુતિ કાર નંબર GJ/05/CJ/8158 નજરે પડતાં તેને અટકાવવામાં આવી હતી. જોકે કાર ચાલક આકાશ રાજુ રાઠોડ (રહે.માતા ફળિયું, બારડોલી) નાને ઉતારી તપાસ કરવામાં આવતાં કારમાંથી વગર પાસ પરમીટે રૂપિયા 33,180/-ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.




જોકે આ કારનું પાયલોટિંગ રાજુ થાનસિંગ રાઠોડ અને હિતેશ રાઠોડ કરતો હતો જ્યારે દારૂ ઉકાઈનાં રહેવાસી રાહુલ વસાવા અને મેહુલ વસાવાએ મોક્લ્યો હતો. બનાવમાં આકાશ રાઠોડની અટક કરવામાં આવી હતી, જ્યારે અન્ય 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતાં. જ્યારે વિદેશી દારૂ, કાર અને એક મોબાઈલ સહિત કુલ રૂપિયા 1,43,180/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application