સુરત એલ.સી.બી. શાખાનાં પોલીસ માણસોની અલગ-અલગ ટીમો સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં પ્રોહી જુગાર અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપી જેના આધારે એલ.સી.બી. શાખાના ટીમ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂની પ્રવ્રુત્તી અટકાવા માટે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી રાહે પ્રોહી. વોચ અને પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન દશેરાનાં દિવસના રોજ કડોદ ગામ પાસે આવતા, સંયુક્ત રીતે તેમના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, કડોદ ગામે આવેલ મહાદેવ દેસાઇ ફળીયામાં રહેતો દિવ્યેશ ઉર્ફે દેવો પ્રવિણ પરમાર નાનો તેના ઘરના વાડાના ભાગે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ અને છુટક વેચાણ કરે છે.
જે બાતમી મુજબની જગ્યાએથી પોલીસે આરોપીનાં ઘરના વાડામાંથી વગર પાસ પરમીટનો ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી 253 નંગ વિદેશી દારૂની બાટલો કબ્જે કરી દિવ્યેશભાઈ ઉર્ફે દેવોપ્રવીણભાઈ પરમાર (રહે.કડોડ ગામ, મહાદેવ ફળિયું) નાની અટક્યાત કરી વિદેશી દારૂનો જથ્થો મોકલનાર આરોપી નિરંજન ઉર્ફે ટીનકો નટુભાઈ ગામીત નાઓને વોન્ટેડ જાહેર કરી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500