સુરતનાં કામરેજ તાલુકાનાં કોળી ભરથાણા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસે વિદેશી દારૂનાં મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી હતી. જયારે ચારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત LCB પોલીસને મળી હતી કે, કામરેજનાં કોળી ભરથાણા ગામની સીમમાં શેરડીનાં ખેતર પાસે મેઈન રોડ પર બંગલીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી સગેવગે કરવામાં આવનાર છે.
જે બાતમીનાં આધારે પોલીસે રેડ કરતા કોળી ભરથાણા ગામના ભરત બાલુભાઈ પટેલ તેનો પુત્ર આશિષ તથા તેનો ભાણો એક સફેદ કલરની રેનોલ્ડ કવિડ કાર નંબર GJ/26/N/5498માં વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરનાર હતા. તે સમયે પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા વિદેશી દારૂની બોટલો નંગ 719 જેની કિંમત રૂપિયા 1.75 લાખ તેમજ મોબાઇલ તથા કાર મળી રૂપિયા 4.85 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જોકે પોલીસે દલસુખ ઉર્ફે ભાણો ઉર્ફે કાલીશ ભરતભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો, જ્યારે આશિષ ભરત પટેલ, ભરત બાલુભાઈ પટેલ, વિદેશી દારૂનો જથ્થો મોકલનાર ગોવિંદભાઈ ભરવાડ તેમજ કારનાં ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500