સુરત એલ.સી.બી શાખાના કર્મચારી પ્રોહી જુગારની પ્રવૃતીનેસ્ત નાબુદ કરવા બાબતે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી પી.આઇ.ને ખાનગી બાતમીદાર થકી બાતમી મળી હતી કે, એક સફેદ કલરની મારૂતી સ્વિફટ કાર નંબર GJ/21/M/3554નો ચાલક પોતાના કબ્જાની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સેવણી ચાર રસ્તાથી કામરેજ તરફ પસાર થનાર છે. તેવી ચોકકસ બાતમી આધારે પોલીસની ટીમ વાવ ગામે નેશનલ હાઈવે નંબર-48 પર વોચ ગોઠવી ઉભી હતી. ત્યારે બાતમી મુજબની સ્વિફ્ટ કાર આવતા તેને અટકાવી તપાસ કરતા કાર માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 344 નંગ બોટલ મળી આવી હતી.
આમ, પોલીસે ગુના સંદર્ભે કુલ્લે રૂપિયા 49,900/-નો વિદેશી દારૂ તમેજ એક સફેદ કલરની મારૂતી સ્વિફટ કાર 3,00,000/- તમેજ મોબાઈલ મળી કુલ રૂપિયા 3,54,900/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક રાહુલભાઈ રામુભાઈ નાયકા (રહે.હલધરું ગામ, ગોવિંદ મારવાડીની દુકાનની સામે શશીકાંત નાયકના રૂમમાં મૂળ રહે.ખોલવડ ગામ તા.કામરેજ)ની અટકયાત કરી ગુનામાં સંડોવાયેલા અન્ય 5ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500