સુરતનાં કામરેજ તાલુકાનાં કોસમાડી ગામની સીમમાંથી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે ત્રણ જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એસ.ઓ.જી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, કામરેજથી કડોદરા તરફ જતા નેશનલ હાઇવે નંબર-48 કોસમાડી ગામની સીમમાંથી એક ઇસમ સિલ્વર કલરની મોપેડ નંબર GJ/19/BD/3028 પર ગેરકાયદે માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈ સુરત તરફ જનાર છે.
જે બાતમીનાં આધારે એસ.ઓ.જી પોલીસની ટીમ અશોક લેલેન્ડ શો-રૂમ નજીક વોચમાં ઉભી હતી. તે સમયે બાતમી મુજબની મોપેડ આવી ચઢતા તેને રોકી આગળ મુકેલ થેલામાં ચેક કરતા થેલામાંથી 5.920 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસે ગાંજાનો જથ્થો, મોબાઇલ, રોકડ તેમજ મોપેડ મળી કુલ રૂપિયા 89,830/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ત્યારબાદ ગાંજાનાં જથ્થા સાથે પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ મથકમાં 2013ની સાલમાં 103.945 કિલો ગ્રામ ગાંજાનાં જથ્થા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500