સુરત ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રોહી અને જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે સુરત ગ્રામ્ય પોલીસ વડા દ્વારા સુરત ગ્રામ્ય એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપ્યું હતું. જેને લઇને સુરત ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમ આ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ બાજ નજર રાખી હતી અને બાતમીદારોને કામે લગાડી દીધા હતા. સુરત ગ્રામ્ય એલ.સી.બી. ટીમને ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સફેદ કલરની ઇકો કાર નંબર GJ/15/CM/2853માં એક ઇસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને કડોદરા ગામની સીમમાં અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે 48 સર્વિસ રોડની બાજુમાં આવેલ રઘુવંશી ટ્રેડર્સની સામે રોડ ઉપર ગાડીમાં બેસેલ છે.
વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરવાની તૈયારીમાં છે. જેમાં ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેઈડ કરતા પોલીસને મોટી માત્રામાં સ્થળ પરથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. સુરત ગ્રામ એલ.સી.બી.ની ટીમે 480 નંગ વિદેશી દારૂની બાટલીયો, એક મોબાઈલ, રોકડા, સફેદ કલરની ઇકો ફોર વ્હીલ કાર મળી ટોટલ રૂપિયા 5.43 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને રિતેશ પ્રેમભાઈ યાદવ નામના ઇસમની અટકાયત કરી વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર શંકર યાદવ નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500