સુરતનાં ઓલપાડ તાલુકાનાં સાયણ વિસ્તારમાંથી દેશી તમંચા અને બે જીવતા કારતુસ સાથે એકની ઘરપકડ કરી હતી. જયારે પકડાયેલા આરોપીએ સ્વરક્ષણ માટે દોઢ વર્ષ પહેલાં દેશી તમંચો ખરીદી કર્યાની પોલીસ સામે કબુલાત કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસારમ સુરત જિલ્લા એસ.ઓ.જી. પોલીસનાં માણસોને બાતમી મળી હતી કે, ઓલપાડ તાલુકાનાં સાયણ ત્રણ રસ્તાથી કીમ તરફ જતા માર્ગ પર કેસરી નંદન કોમ્પ્લેક્ષની બાજુમાં આવેલ રૂમમાં એક ઇસમ પાસે ગેરકાયદેસર હાથ બનાવટનો દેશી તમંચો તેમજ બે જીવતા કારતુસ છે.
જે બાતમીનાં આધારે પોલીસે રેડ કરી છત્રપાલદાસ ઉર્ફે મહારાજ રામરતનદાસ યાદવને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી દેશી તમંચો, બે જીવતા કારતુસ તેમજ મોબાઇલ મળી કુલ રૂપિયા 15,200/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે પોલીસની પુછપરછમાં આરોપીએ સ્વરક્ષણ માટે દોઢ વર્ષ પહેલાં યુ.પી.નાં આતમ લુહાર પાસે તમંચો ખરીદી કર્યાની કબુલાત કરતાં આતમ લુહારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application