સુરતનાં કામરેજ તાલુકાનાં અબ્રામા ગામે વાડી ફળિયામાં રહેતા રણછોડભાઈ મગનભાઈ પટેલ (ઉ.વ.85)નાઓ ગત તા.15 નવેમ્બરના રોજ વહેલી સવારે ઘરકામ કરતી મહિલાને બોલાવવા માટે ગામના હળપતિ વસાહતમાં ગયા હતા. જ્યાં રસ્તો ક્રોસ કરતી વખતે કઠોર ગામ તરફથી આવતી મોટર સાઇકલે રણછોડભાઈને અડફતે લેતા રણછોડભાઈ રોડ પર પટકાયા હત. જોકે 108ની મદદથી તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જય તેમનું મોત નીપજ્યું હતું. જયારે મોટરસાઇકલ ચાલક અકસ્માત સર્જી લઈ ફરાર થઇ ગયો હતો. ઘટના અંગે મૃતકના પૌત્ર કિશનભાઈએ કામરેજ પોલીસ મથકે અજાણ્યા મોટર સાઇકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application