બારડોલીનાં વઢવાણિયા ગામે પટેલ ફળિયામાં NRIનાં બંધ ઘરને નિશાન બનાવ્યુ હતું. જોકે દરવાજાનું તાળુ તોડી ઘરમાં સમાન વેરવિખેર કરી ગયા હતા. જયારે પરિવાર વિદેશમાં રહેતો હોવાથી ચોરી થયાનું જાણી શકાયું નથી. બનાવની વિગત એવી છે કે, વહેલી સવારે વઢવાણિયા ગામે ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી જેમાં પટેલ ફળિયામાં NRIનાં બંધ ઘરને નિશાનો બનાવ્યુ હતુ. જેમાં ચોરી કરવા આવેલા ત્રણ ચડ્ડી બિનિયાનધારીઓ સીસીટીવીમાં કેદ થયા હતાં.
જેમાં તસ્કરો મંદીરની બાજુમાં પ્રવીણભાઈ પટેલના ઘરને પહેલા નિશાન બનાવ્યુ હતુ અને ઘરનો મુખ્ય દરવાજો તોડી સામાન વેરવિખેર કરી ગયા હતા. ત્યારબાદ બાજુમાં અંબુભાઈ પટેલના ઘરમાં ઘૂસ્યા હતાં. જોકે આ બંને પરિવાર અમેરિકા હોય જેથી કેટલી ચોરી થઈ છે, કે નહીં તે જાણી શકાયું નથી. જયારે આ ઘટના CCTVમાં કેદ થઈ હતી.
જેમાં ગત તા.25મી જૂને પણ ગામમાં ગેટ નજીક NRIનાં બંધ ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતાં. જેમાં ઘરનાં દરવાજાનું પણ તાળુ તોડી ઘરમાં ઘૂસી ચોરીનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ કડોદની મુખ્ય બજારમાં બે બંધ ઘરના તાળા તૂટ્યા હતાં અને ગત તા.25મી નારોજ વઢવાણિયામાં બંધ ઘરના તાળા તૂટ્યા અને ગત તા.27મીની રાત્રીએ ફરી બે બંધ મકાનના તાળા તૂટ્યા હતા. જયારે અવાર નવાર ચોરીના બનાવો બનતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500