બારડોલીથી એક NRI યુવતી ગુમ થઈ જતાં ટાઉન પોલીસ મથકમાં ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધાય હતી. જોકે 21 વર્ષીય યુવતી પંદર દિવસ પહેલા જ પરિવાર સાથે અમેરિકાથી ભારત આવી હતી. મળતી માહિતી અનુસાર, મૂળ નાંદીડા ગામે પટેલ ફળિયામાં રહેતા કમલેશભાઈ વસંતરાય પટેલ અને તેમનો પરિવાર વર્ષોથી અમેરિકાના કેન્સાસ ખાતે સ્થાયી થયા છે. છેલ્લા પંદરેક દિવસથી તેઓ પરિવાર સાથે માદરે વતન ભારત આવ્યા છે. અને હાલ બારડોલીની કેસરકુંજ સોસાયટીમાં રહે છે. તેમની સાથે તેમની પુત્રી તુલસી (ઉ.વર્ષ 21) પણ આવેલી છે.
જોકે રવિવારે બપોરનાં સમયે તુલસી નાંદીડા જવાનું કહી નીકળી હતી. પરંતુ તેણી મોડે સુધી નહીં આવતા તેણીની શોધખોળ શરૂ કરી હતી પરંતુ કોઈ ભાળ મળી શકી ન હતી. દરમ્યાન તેણીની માતા ક્રિષ્નાબેને બારડોલી ટાઉન પોલીસમાં ગુમ જાણવા જોગ ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતી મજબૂત બાંધાની, રંગે ઘઉંવર્ણની, ઊંચાઈ આશરે પાંચ ફૂટ 2 ઇંચ તથા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા જાણે છે. આમ, પોલીસે યુવતીની શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરી હતી .
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500