સુરતનાં ડિંડોલી વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં માથાભારે અને રીઢા ગુનેગારની છાપ ધરાવતા શખ્સની હત્યા થઈ છે. જોકે જાહેરમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે તેમજ મોડિ રાત્રે થયેલી હત્યાને પગલે ડિંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડિંડોલી વિસ્તારમાં ગતરોજ મોડિ રાત્રે જાહેરમાં જ હત્યાનો બનાવ બન્યો હતો.
જયારે ઉજ્જવલ નામનાં શખ્સની કરપીણ હત્યા કરવામાં આવી હતી. ઉજ્જવલની જાહેર રોડ પર હત્યા કરીને આરોપીઓ ભાગી છૂટ્યા હતા હતાં અને તિક્ષ્ણ હથિયારનાં ઘા વાગતાં ઉજ્જવલનો મૃતદેહ લોહીનાં ખાબોચીયામાં પડ્યો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.
જોકે માથાભારે અને રીઢા ગુનેગારની છાપ ધરાવતા ઉજ્જવલની હત્યા પાછળ દારૂનો વેપલો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉજ્જવલને બુટલેગર સાથે માથાકૂટ ચાલતી હતી. જેથી સૂત્રોએ કહ્યું કે, બુટલેગરે આ હત્યા કરાવી હોવાની આશંકા છે. અગાઉ પણ બુટલેગર પર હત્યાના આરોપ થઈ ચૂક્યા છે અને થોડા દિવસ અગાઉ જેલવાસ ભોગવીને આવ્યો છે. બનાવ અંગે પોલીસે ઉજ્જવલની હત્યાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500