કડોદરા પોલીસ નાઈટ પેટ્રોલીંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ”એક શંકમદ ઇસમ રાત્રીનાં સમયે કડોદરાનાં આલીશાન ચીકન સેન્ટર નામની દુકાનની પાસે ઉભેલ છે અને તેની પાસેનાં ચોરી 06 મોબાઇલ ફોન છે. જે બાતમીનાં આધારે પોલીસની એક ટીમે કડોદરા આઉટ પોસ્ટની બાજુમાં આવેલ આલીશાન ચીકન સેન્ટર નામની દુકાનની પાસેથી શંકાસ્પદ ઈસમ રિયાજ અલીભાઇ શેખ, (ઉ.વ.19, હાલ રહે.કડોદરા, ક્રીષ્નાનગર, ભાડાનાં મકાનમાં, પલસાણા, મુળ રહે.મુંબઇ) નાને અલગ અલગ કંપનીનાં મોંઘાદાટ 6 જેટલા મોબાઇલ ફોન સાથે ઝડપી લીધો હતો.
જોકે પોલીસ પૂછપરછમાં કબુલ્યું હતું કે, આ 6 મોબાઈલ આજથી છ માસ પહેલાં મુંબઇ તલોજા ખાતે સીમેન્ટની ફેકટરીમાં આવતા ડ્રાયવરો પાસેથી તેમનું ધ્યાન ચુકવીને ચોરી કરી લીધા હતા જેથી પોલીસે આ 6 મોબાઈલ મળી રૂપિયા 26 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો પોલીસ આ મોબાઈલ ચોરી અંગે ફરિયાદ થઈ છે કે કેમ તે અંગેની તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500