Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હોટલનાં પાર્કિંગમાં ઉભેલ ટેમ્પામાંથી 2 લાખથી વધુનો વિદેશી દારૂ મળી આવ્યો, ટેમ્પો ચાલક ફરાર

  • January 27, 2023 

કામરેજનાં ઉંભેળ ગામે હોટલનાં પાર્કિંગમાં ઉભેલ ટેમ્પામાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો અને પોલીસે ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા LCB પોલીસની ટીમ પોલીસ મથકે હાજર હતા. જે દરમિયાન મળેલ બાતમીનાં આધારે કામરેજ તાલુકાના ઉંભેળ ગામની હદમાં આવેલ ખેતેશ્વર હોટલની પાર્કિંગમાં બિનવારસી હાલતમાં ઉભેલ ટાટા ઇન્ટ્રા નંબર MH/48/CB/5095માં ચેક કરતા ટેમ્પા માંથી વિવિધ બ્રાન્ડની 2376 નંગ બોટલો મળી આવી હતી. આમ પોલીસે ટાટા બિનવારસી ટેમ્પોની કિંમત 3 લાખ તેમજ 2.04 લાખની કિંમતી દારૂ મળી કુલ 5.04 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પા ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application