Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : મોટરસાઇકલ પર ગૌમાંસનાં જથ્થા સાથે આધેડ ઝડપાયો, એક વોન્ટેડ

  • September 01, 2022 

માંગરોળ તાલુકાનાં કોસાડી ગામનો આધેડ મોટરસાઇકલ પર વેચવા લઈ જતો 20 કિલો ગૌમાંસ સાથે ઝડપાઇ ગયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંગરોળ પોલીસને અંગત રાહે મળેલી બાતમીનાં આધારે માંગરોળનાં કોસાડી ગામનાં ખાડી ફળિયામાં રહેતા સુલેમાન ઉર્ફે સૂર્યા ઈસ્માઈલ મમજી (ઉ.વ.69) નાને પોલીસે વહેલી સવારે મોસાલી કનવાડા માર્ગ પર મોટરસાઇકલ નંબર GJ/19/AE/7394 પર 20 કિલો ગોમાંસ સાથે ઝડપી પાડ્યો હતો.




જોકે કોસાડી ગામનાં ખાડી ફળિયામાં રહેતો સુલેમાન ઉર્ફે સૂર્યા ઈસ્માઈલ મમજી અગાઉ પણ અનેક વખત ગોમાંસના ગુનામાં પકડાઈ ચૂક્યો છે તેમજ માંગરોળ પોલીસે તેની પાસેથી 20 કિલો ગોમાંસ જેની કિંમત રૂપિયા 3000, 1 નંગ મોબાઇલ અને બાઇક મળી કુલ રૂપિયા 18,500/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે હાલ શંકાસ્પદ ગૌમાંસ FSLમાં ચકાસણી માટે મોકલ્યું છે. તેમજ આ ગુનામાં તેમના જ ફળિયામાં રહેતા મારુજીભાઈ સુખદેવ વસાવા નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application