Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Missing : બે બાળકો સાથે પરણિત મહિલા ગુમ થતાં પોલીસ ફરિયાદ

  • October 18, 2022 

મૂળ મહારાષ્ટ્રનાં નવાપુરનાં અને હાલ પલસાણા તાલુકાનાં બગુમરા ગામે સર્વોત્તમ હોટલની પાછળ હરે કૃષ્ણ સોસાયટીનાં મકાન નંબર-123માં રહેતા રાકેશભાઈ પંડિત પાટીલ (ઉ.વ.38)ની પત્ની કવિતા તેમના બે બાળકો 7 વર્ષીય જીગ્નેશ અને 2 વર્ષીય પુત્રી ખુશીને લઈ ગત તા.23 સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે બાજુમાં રહેતા પડોશીને હું મહારાષ્ટ્ર જાવ છું, તેમ કહી બને બાળકો સાથે નીકળી ગઈ હતી જે બાદ પતિએ રાતે ઘરે આવતા મળી નહિ આવતા શોધખોળ કરી હતી અને મોબાઈલ ફોન બંધ આવતા આખરે પતિ રાકેશભાઈ પાટીલ નાઓએ પલસાણા પોલીસ મથકના ગુમ જાણવા જોગની ફરિયાદ નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application