સુરતનાં માંડવી તાલુકાનાં આમલી ગામે રહેતી 20 વર્ષીય પરણીતા મહિલા ખેતરે પહોંચ્યા બાદ ઝાડ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમ ચકચાર મચી ગઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવીનાં આમલી ગામે નિશાળ ફળિયામાં રહેતા પરેશભાઈ શામાભાઈ વસાવાની પત્ની શ્વેતાબેન (ઉ.વ.20) તેના પિતા વિજયભાઈ મહેતાભાઈ વસાવાના ખેતરે પહોંચી હતી અને ત્યાં આવેલ આંબાના ઝાડની ડાળ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે માંડવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application