સુરતનાં માંડવી તાલુકાનાં ખેડપુર ગામે શ્રાવણીયો જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડી રૂપિયા 1.07 લાખ રોકડા અને 8 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 1.63 લાખનો મુદ્દામાલ કબ્જે કાતિ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, માંડવી પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે, માંડવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ખેડપુર ગામે કેટલાક ઈસમો શ્રાવણીયો જુગાર રમી રહ્યા છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમી વાળી જગ્યાએ પહોંચી રેડ કરતા સ્થળ ઉપરથી જુગાર રમતા આઠ શખ્સોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. જોકે પોલોસે તેમની પાસેથી રોકડ રૂપિયા 1.7 લાખ તેમજ 8 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 1.63 લાખનો મુદ્દા માલ કબ્જે કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર રમતા રંગે હાથ ઝડપાયેલા આઠ જુગારીઓ
1.દિપકભાઇ સવજીભાઇ અમૃતિયા (રહે.પી.એન.પાર્કે ઘર નંબર-49,માંડવી),
2.રામિેવભાઇ મેરામણભાઇ રાવલીયા (રહે.ખેડપુર ગામ,નીશાળ ફળીયુ,માંડવી),
3.ભીમસીભાઇ સવાદાસભાઈ ચાવડા (રહે.વાધનેરા ગામ,ગામીત ફળીયુ,માંડવી),
4.રાહુલભાઇ ભાયાભાઇ પરમાર (રહે.ખેડપુર ગામ,નનશાળ ફળીયુ,માંડવી),
5.હિમતભાઈ પલાભાઈ કરંગીયા (રહે.ખેડપુર ગામ,નનશાળ ફળીયુ,માંડવી),
6.મૂળભાઈ કરશનભાઇ ચુડાસમા (રહે.ખેડપુર,નિશાળ ફળીયુ,માંડવી),
7.નેભાભાઇ જીવાભાઇ ગોજીયા (રહે.ખેડપુર ગામ,નિશાળ ફળીયુ,માંડવી) અને
8.અજયભાઈ ભીંસિંગભાઈ બંધિયા (રહે.ખેડપુર ગામ, નિશાળ ફળિયું,માંડવી).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500