સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ઘરફોડ ચોરી તથા મોટરસાઈકલ ચોરીનાં ગુનાઓ વધુ પ્રમાણમા બનતા હોવાનાં બનાવ વધી રહ્યા છે. જયારે પોલીસ સ્ટાફનાં માણસોને કોસંબા વિસ્તારમાં ખાનગી રાહે બાતમી મળી હતી કે, કોસંબા તરસાડી ખાતે રહેતો મહેશ દુબે નાએ વગર નંબરની એકટીવા મોટરસાયકલ લઇ કીમ ચાર રસ્તાથી કામરેજ તરફ ભાગ્યોદય હોટલની બાજુમાં સર્વીસ રોડ ઉપર ઉભો છે. તેમજ તેણે શરીરે ક્રિમ કલરનું ગોળ ગળાવાળુ ટી-શર્ટ તથા જીન્સનુ પેન્ટ પહેરેલ છે.
જે બાતમીનાં આધારે બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતા બાતમીવાળો શંકાસ્પદ ઈસમ એક્ટીવા સાથે ઉભેલ હતો જેને ઝડપી પાડી તેની પાસેથી મળી આવેલા એકટીવા બાબતે પુછપરછ કરતા પકડાયેલ આરોપી મહેશ સૂર્યમણી દુબે (રહે.ભાઈલાલની વાડી, તરસાડી, કોસંબા, માંગરોળ જિ.સુરત) નાને પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતુ કે, આ એક્ટીવા કોસંબા કુવરદા બ્રિજ નજીક એક એપાર્ટમેન્ટની નીચે રોડની સાઇડ માંથી એકટીવા ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી, આમ, પોલીસે 60 હજારની કીમતનું એક્ટિવા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500