Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પૂર્ણા નદીનાં પાણી ફરી વળતાં મહુવા-અનાવલ સ્ટેટ હાઈવે બંધ : બેરીકેટ મૂકી GRDનાં જવાનોને બંદોબસ્તમાં ગોઠવી વાહન વ્યવહાર બંધ કરાયો

  • July 15, 2022 

સુરત જિલ્લાનાં મહુવા તાલુકામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. જેના પગલે અનાવલ નજીક સ્ટેટ હાઈવે પ્રભાવિત થયો હતો. ગોડાથલ પુલ પર પૂર્ણા નદીનાં પાણી ફરી વળતાં ફરી મહુવા-અનાવલ સ્ટેટ હાઈવે બંધ કરાયો હતો. સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. ત્યારે જિલ્લાના મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જયારે ગતરોજ મહુવા તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.




જેથી પૂર્ણાં અને અંબિકા નદીના પાણી અને સ્થાનિક વરસાદી પાણીથી અનેક ગામોના નદી-નાળાં છલકાયાં હતાં. ત્યારે મહુવા-અનાવલ સ્ટેટ હાઈવે નજીકના ગામડાઓ પણ પ્રભાવિત થયાં હતાં. વહેવલ નજીક ગોડાથલ પુલ પર સિઝનમાં બીજી વખત પાણી ફરી વળ્યાં હતાં. પુલ પર પાણી ફરી વળતાં અનાવલ સ્ટેટ હાઈવે ફરી બંધ કરવાની નોબત આવી હતી અને જી.આર.ડી.ના જવાનોને બંદોબસ્તમાં ગોઠવી પુલ પાસે બેરીકેટ મૂકી હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરાયો હતો.




જોકે મહુવા-અનાવલને જોડતા સ્ટેટ હાઇવે પર અનાવલ નજીક આવેલ ગોડાથલ પુલ પર પાણી ફરી વળતા અનાવલના રહીશોએ ભારે હાલાકી ભોગવવી પડે છે. અનાવલથી મહુવા શિક્ષણ અર્થે તેમજ નોકરી માટે આવતા લોકોએ આંગલધારા, ભીનાર, ઉનાઈ, ડોલવણ થઈ વલવાડા 35 કિ.મી.નો ચકરાવો ફરીને આવવાની નોબત આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application