કડોદરા પોલીસ પી.આઈ.ને મળેલી બાતમી આધારે પોલીસની એક ટીમે ચલથાણ ખાતે પ્રીન્સ હોટલની સામે નેશનલ હાઈવે પરથી સિમેન્ટ મીક્ષર ટેન્કરને ઝડપી પાડી ટેન્કરની અંદર યુક્તિ પૂર્વક છુપાવીને રાખેલી 479 દારૂની પેટીઓ ઝડપી પાડી હતી. મળતી માહિતી અનુસાર, કડોદરા પોલીસ મથકનાં પી. આઈ. સહિત સ્ટાફનાં નાઓને રવિવારનાં રોજ સયુંકત રાહે બાતમી મળી હતી કે, એક આઇસર કંપનીમાં ટ્રાન્ઝીસ્ટ મિક્સર સિમેન્ટ ટેન્કર ગાડી GJ/18/AX/5179માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સિમેન્ટની ટેન્કરની આડમાં ભરીને ગોવાથી મુંબઈ નશીક અને નવાપુર વ્યારાનાં માર્ગે થઈ પલસાણાથી નેશનલ હાઈવે નંબર-48 પરથી કડોદરા તરફ આવવાર છે.
જે બાતમી આધારે ઘટનાની ગંભીરતાને જાણીને પોલીસની એક ટીમ ચલથાણની પ્રીન્સ હોટલની સામે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનું ટેન્કર આવતા પોલીસે અટકાવી તેમાં ચેક કરતા ટેન્કરનાં પાછળ સિમેન્ટ મિક્સર ભરવાની જગ્યાએ ભારતીય બનાવટના વિદેશ દારૂની 479 પેટીઓ મળી આવી હતી. આમ, પોલીસે 21,948 નંગ વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂપિયા 27,90,000/- કબ્જે કરી પપ્પુ મહાવીર વર્મા (જે કે.લક્ષ્મી સિમેન્ટનાં ગોડાઉનમાં ફાટક પાસે દસ્તાન ગામ તા.પલસાણા, મૂળ હમીદ પુર ઉત્તરપ્રદેશ) તેમજ ચાલક અબ્દુલ રહેમાન રહમતુંલ્લા ખાન (રહે.કોલાડ, તા.રોહા,રાયગઢ, બાડમેર રાજસ્થાન) નાંની અટક્યાત કરી ગુના સંદર્ભે કડોદરામાં દારૂ મંગાવનાર નાગેન્દ્ર નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી ટેન્કર સહિત 40,04,300/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application