Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પોમાંથી રૂપિયા 1.19 લાખનો દારૂ મળી આવ્યો, ચાલક સહીત 5 જણા વોન્ટેડ

  • December 15, 2022 

સુરતનાં મહુવા તાલુકાનાં ગામોમાં સુરત ગ્રામ્ય LCBની ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહુવા તાલુકાનાં કવિઠા ગામે રેહતા પરેશ અશોક પટેલ અને અશોક શંકર પટેલ તથા પિયુષ દીપક પટેલ નાઓએ જનક રોહિણી પાસેથી ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ અને તે જથ્થો મહુવા તાલુકાનાં નિહાલી ગામે ગૌચરની જમીનમાંથી સગેવગે કરી રહ્યા છે. જેથી LCB પોલીસે નિહાલી ગૌચરની જમીનમાં રેડ પાડી હતી. જયા પોલીસની રેડ જોઈ તમામ ટેમ્પો મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.




આમ, પોલીસે ટેમ્પો નંબર DN/09/N/9668માંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ 2350 નંગ જેની કિંમત રૂપિયા 1,19,800/- અને ટેમ્પો મળી કુલ રૂપિયા 7,19,800/-નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ મંગાવનાર ફરાર પરેશ અશોક પટેલ, અશોક શંકર પટેલ, પિયુષ દીપક પટેલ તેમજ વિદેશી દારૂ મોકલનાર જનક રોહિણી અને ટેમ્પા ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application