વનવિભાગ દ્વારા માંડવી તાલુકાનાં ઉશ્કેર ગામથી શંકાસ્પદ વાઘનાં ચામડા સાથે 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વ્યારા વનવિભાગનાં અધિકારી અને કર્મચારીઓની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામે રહેતા જેઠાભાઈ જહાભાઈ સાટિયાના ઘરે વન્ય પ્રાણી વાઘ અનુસૂચિ-1નું ચામડું છે.
જે બાતમીનાં આધારે વન વિભાગે રેડ કરી જેઠાભાઈ જહાભાઈ સાટિયા (ઉ.વ.25, રહે.ઉશ્કેર,માંડવી), ધીરૂભાઈ સમાભાઈ ગામીત (ઉ.વ.54, રહે.બોરસદ,માંડવી) અને રાજુભાઈ ગંજીભાઈ ગામીત (ઉ.વ.38, રહે.ચીખલદા,માંડવી) નાઓને વાઘનાં ચામડા સાથે ઝડપી પાડ્યા હતા. જોકે વન વિભાગ માંડવી દક્ષિણ રેન્જમાં વન્ય પ્રાણી સંરક્ષક અધિનિયમન 1972 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500