કીમ રેલ્વે ફાટક આગામી તા.3 થી 5 ઓગસ્ટ એમ ત્રણ દિવસ માટે સમારકામનાં ભાગરૂપે બંધ રાખવામાં નિર્ણય રેલ્વે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. ઓલપાડના કીમ ગામે આવેલ રેલ્વે ફાટક 158 વધુ એક વાર વાહન ચાલકો માટે બંધ રાખવાનો નિર્ણય રેલ્વે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.
થોડા દિવસો અગાઉજ ગત ઓગસ્ટ મહિનામા ત્રણ દિવસ માટે રેલ્વે તંત્ર અગત્યના રેલ્વે ફાટક નજીક અગત્યનું સમારકામ તેમજ રેલ્વે ફાટક માટે ખુબજ અગત્યનું કામકાજ હોવાના પગલે આ નિર્ણયને લેવામાં આવ્યો છે. હાલ કીમ ફાટકને સ્થાનિક તેમજ આસપાસના ટુવ્હીલ ચાલકોની અવર જવર માટે ખુલ્લી રાખવામાં આવી છે.
તેમજ ફોર વ્હીલ તેમજ હેવી વ્હીકલ માતે ડાવર્ઝન આપવામાં આવ્યા છે. જેમાં કુડસદ રેલ્વે ફાટક અને કોસંબા રેલ્વે ઓવર બ્રિજનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ કીમ રેલ્વે ફાટક આગામી તા.3 થી 5 સપ્ટેમ્બર 2022 સુધી બંધ રાખવા અંગેનો પત્ર લાગતા વરગતા સરપંચ અને કચેરીઓને મોકલી આપવામા આવ્યો છે.
જોકે કીમ-કઠોદરા-પાનસરા થઈ ને જતો એક માર્ગ હાલ ચોમાસાના કારણે બંધ થઈ ચૂક્યો છે. જેથી કીમ-કઠોદરાથી કોસંબા થઈને વાહન ચાલકોએ મોટો ચકરાવો ફરી ને જવું પડશે. રોજિંદા ટ્રાફિક અને લાંબા ડાયવરઝન રૂટથી સ્થાનિકોના સમય અને ઈંધણનો ભારે વ્યવ થતો હોવાને કારણે ઓવર બ્રિજની કામગીરી હવે જેમ બને તેમ હવેલી પૂર્ણ થાય તેવી વ્યાપક માંગ ઉઠી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500