સુરતનાં માંગરોળ તાલુકાનાં પાલોદ ગામે રહેતા પરપ્રાંતીય પરિવારનાં 5 વર્ષીય સંતાનને રમાડવા માટે સગો કાકા પોતાના ઘરે લઈ ગયા હતા તે દરમિયાન કાકાએ ઉશ્કેરાટમાં આવીને 5 વર્ષીય ભત્રીજાને માથામાં રોટલી બનાવવાનો તવો મારી દેતા સગા નાના ભાઈએ મોટાભાઈ પર ફરિયાદ કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના કનોજ જિલ્લાનાં અને હાલ માંગરોળનાં પાલોદ ગામે સાનિધ્ય સોસાયટીના મકાન નંબર-8માં રહેતા અવધેશ રામચંદ્ર લોધી (ઉ.વ.25) જેઓ પત્ની પ્રિયંકા તેમજ બે બાળકો સાથે રહી પાલોદ ખાતેની શિવાની ટેક્ષ મિલમાં ઓપરેટર તરીકે ફરજ બજાવે છે.
જોકે તેમનાથી મોટો ભાઈ તેજારામ માંડવીના કરંજ ખાતે રહે છે તેમને સંતાન નહિ હોવાથી અવારનવાર તેજારામ અને તેની પત્ની અવધેશભાઈને ત્યાં આવી તેમનો 5 વર્ષીય પુત્ર મિલનને રમાડવા માટે લઈ જાય છે જેથી મંગળવારેનાં દિવસે તેજારામ અવધેશનાં ઘરે આવ્યા હતા અને તેમના ભત્રીજા મિલનને પોતાના ઘરે હરહમેંશાની જેમ રમાડવા માટે લઈ ગયા હતા.
તે દરમિયાન એકાએક સાંજે તેજારામે ઉશ્કેરાટમાં આવીને રમી રહેલા મિલનમે માથાના ભાગે તેમજ નાકના ભાગે રોટલી બનાવવાની તવો મારી ઇજા પહોંચાડી હતી જેથી તેજારામથી નાનોભાઈ શિવનારાયણ ભત્રીજાને તડકેશ્વની સિફા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયો હતો. ઘટના અંગે નાનાભાઈ અવધેશ લોધીએ મોટાભાઈ તેજારામ વિરુદ્ધ માંડવી પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500