Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : બાઈક અને ટ્રક વચ્ચેનાં ગંભીર અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત

  • December 20, 2022 

સુરતનાં મહુવા તાલુકાનાં અનાવલ-મહુવા સ્ટેટ હાઇવે પર તરકાણી ગામની સીમમાં બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ સર્જાયેલ અકસ્માતમાં બાઈકને આગ લાગી જવા પામી હતી અને બાઈક ચાલકને ગંભીર ઇજાઓ થતા તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, મહુવા તાલુકાનાં વહેવલ ગામનાં દાજીડા ફળિયાનાં રહીશ રમેશભાઈ છગનભાઇ પટેલ (આશરે ઉ.વ.52) તેઓ અનાવલ-મહુવા સ્ટેટ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા.




તે દરમિયાન તરકાણી ગામની સીમમાં ટ્રક નંબર GJ/5/V/1499 અને બાઈક નંબર GJ/21/E/6794 વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈકને આગ લાગી જતા બળીને ખાખ થઈ જવા પામી હતી અને બાઈક ચાલક રમેશભાઈ પટેલને ગંભીર ઇજાઓ થતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ મહુવા પોલીસે ઘટના સ્થળે આવી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application