બારડોલી તાલુકાનાં મોતા ગામે મજૂરી કરતો યુવક વહેલી સવારે પાંચ વાગ્યે ઉઠ્યો અને અંધારામાં બ્રશ કરવા જતાં બ્રશ પર ટૂથ પેસ્ટને બદલે ભૂલથી ઉંદર મારવાની ઝેરી ટ્યુબ ઘસી નાંખતા ટૂંકી સારવાર દરમિયાન કિશોરનું મોત નીપજ્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાનાં મોતા ગામે ગંગાધરા ગામ તરફ જતા રોડ પર આવેલ ગિરનાર ફળિયામાં રહેતા ભરત રાજુભાઈ રાઠોડ નામનો યુવક મંગળવારનાં રોજ વહેલી સવારે મજૂરીએ જવા માટે ઉઠ્યો હતો.
તેમજ વહેલી સવારે બ્રશ કરવા જતાં અર્ધી ઊંઘમાં અને રાત્રીનાં અંધારામાં પોતાના બ્રશ પર કોલગેટ ટૂથ પેસ્ટને બદલે ટૂથ પેસ્ટની બાજુમાં મુકેલ ઉંદર મારવા માટેની ઝેરી દવા વાળી ટ્યુબ બ્રશ પર ચોપડી ઘસી લેતા શરીરમાં ઝેર ફેલાયું હતુ.
જોકે તત્કાલિક આ ઝેરની અસરથી યુવકની તબિયત લથડતા યુવકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં મોડી સાંજે યુવકનું મોત નીપજ્યું હતુ. ઘટના અંગે બારડોલી રૂરલ પોલીસ અકસ્માતે મોતના ગુનાનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500