સુરતનાં પલસાણા તાલુકાનાં કારેલી ગામે મોડી સાંજે રેલવે ફાટક પાસેથી ગામનાં કેટલાક પશુપાલકો પોતાના પશુઓ લઈ ગામમાં જઈ રહ્યા હતા જે દરમિયાન ફાટક નજીક સમોસાની લારી ચલાવતા લઘુમતી કોમના યુવાને પશુપાલકને પોતાના ઢોર થોડે દૂરથી લઈ જવા કહ્યું જે બાબતે પશુપાલક યુવાન ઉશ્કેરાઈને લારી ચલાવતા યુવાન સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી ત્યારે પશુપાલકે ફોન કરી ગામમાં જાણ કરતા ગામમાંથી કેટલાક યુવાનો આવી લારી ચલાવતા યુવાન પર હૂમલો કરી તેમજ ફાટક નજીક સલામભાઈના ઘર પર ભારે પથ્થર મારો કર્યો હતો.
તેમજ ઘર આગળ મુકેલી બ્લેનો કાર તેમજ સ્વિફ્ટ અને એક મોટરસાયકલનાં ભુક્કા બોલાવ્યા હતા તો બીજી તરફ સલામભાઈના ઘરે ભેગા મળેલા કેટલાક ઈસમોએ લાકડાંના ફટકાઓ લઈ માલધારી સમાજના ભરત નામના વ્યક્તિને મારતા વાતાવરણ ઉગ્ર બન્યું હતુ પલસાણા પોલીસને ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચી હતી. જોકે પોલીસે બંને જૂથને શાંત કર્યા અને તોફાન કરનાર લોકોને ગંગાધરા પોલીસ મથકે લઈ આવ્યા હતા આ લખાઈ ત્યાં સુધી પલસાણા પોલીસ બંને પક્ષની ફરિયાદ લેવાની તજબીજ હાથ ધરી હતી. ઘટના સ્થળે પલસાણા પોલીસ ઇન્ચાર્જ પી.આઈ. પહોચી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી તો બીજી તરફ ગંગાધરા પોલીસ મથકે 50થી વધુ લોકોનું ટોળું એકત્ર થયું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application