Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજ વિધાનસભા મત વિસ્તારમાં ‘રોડ ને બદલે માત્ર વચન મળતાં’ સોસાયટીનાં રહીશોએ ચુંટણી બહિષ્કારનો નિર્ણય કરતાં રાજકારણીઓ દોડતા થયા

  • November 30, 2022 

ગુજરાત વિધાનસભાની ચુંટણી આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે કામરેજ વિધાનસભા મત વિસ્તારમાં આવતી પાંચેક જેટલા મોટી સોસાયટીનાં રહીશોને રોડ ને બદલે માત્ર વચન જ મળતાં સોસાયટીના રહીશોએ ચુંટણી બહિષ્કારનો નિર્ણય કરતાં રાજકારણીઓ દોડતા થયાં છે. આ સોસાયટીનાં રહીશો પાંચ વર્ષથી રોડની માંગણી કરે છે પરંતુ રોડ ન બનતાં આઠ હજારથી વધુ મતદારો ધરાવતી સોસાયટીઓએ મતદાન નહીં કરવાનો નિર્ણય સુરતમાં ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો છે. ગુજરાત વિધાનસભા-2022ની ચુંટણી માટે મતદાન કરવા ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે નારાજ મતદારો પોતાના આક્રોશ ઠાલવી રહ્યા છે.



સુરતના કતારગામ સહિત કેટલીક સોસાયટીઓમાં ગઈકાલે સુચિત સોસાયટીઓમાં વેરો દાખલ થયાં છે તેના જંત્રી પ્રમાણે ભરણુ ભરીને કાયદેસર આપવાની બાંહેધરી આપે તેવા જ રાજકારણીઓએ આવવું બાકી અન્ય કોઈએ મત માંગવા આવવું નહીં તેવા બેનર લાગ્યા હતા. ત્યારબાદ આજે કામરેજ વિધાનસભા વિસ્તારમાં આવતી અંબા લક્ઝુરિયા, લક્ષ્મીધામ સોસાયટી, વિક્ટોરિયા ટાઉનશીપ, નવકાર રેસીડેન્સી અને સહજાનંદ સોસાયટીને સાંકળતો રોડ બનાવવા માટેની કામગીરી છેલ્લા પાંચ વર્ષથી થતી ન હોવાથી મતદારો રોષે ભરાયા છે. આ સોસાયટીમાં આઠ હજાર જેટલા મતદારો છે તેઓ આક્રોશપૂર્ણ રીતે કહે છે કે, રોડ બનાવવા માટે છેલ્લા પાંચ વર્ષથી અમે માંગણી કરી રહ્યા છે પરંતુ માત્ર વચન આપવામાં આવે છે રોડનું કામ કરવામાં આવતું નથી.




અત્યાર સુધી રાજનેતાઓ અમારી માગણી સંતોષવાના બદલે ખોટા વચનો આપતા હતા જેના કારણે અમારી મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. આ રોડ ન બનતાં સોસાયટીના આઠ હજારથી વધુ લોકો ચોમાસાની ઋતુ દરમિયાન વાહન ચાલક સહિત રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારની હાલત હોવા છતાં રાજકારણીઓ અમારી વાતને ધ્યાને લેતા ન હોવાથી અમે સોસાયટીના રહીશોએ ચુંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. કામરેજ વિધાનસભા મત વિસ્તારમાં આવતી સોસાયટીઓ મતદાન બહિષ્કારની જાહેરાત કરતાં બેનર લગાવતાં રાજકારણીઓ દોડતા થયાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application