Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વરાછામાં જુગાર રમવા માટે પત્નીએ ૧ હજાર રૂપિયા ન આપતા પતિનો આપઘાત

  • June 13, 2023 

સુરતના વરાછામાં ત્રિકમ નગર પાસે જુગાર રમવા માટે પત્નીએ પતિને રૂપિયા ૧૦૦૦ આપ્યા ન હતા. જેથી પત્ની સાથે ઝઘડો કર્યા બાદ પતિએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મળતી માહિતી મુજબ, વરાછામાં ત્રિકમનગર ખાતે બહુચર એપાર્ટમેન્ટમાં રહેતો ૪૦ વર્ષીય પરેશ રામદાસ મહાડીક ગત તા. ૯મી રાત્રે થી તા. ૧૦મીએ બપોર દરમિયાન ઘરના રસોડામાં પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો કા જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે પરેશ મુળ રાયગઢ જીલ્લામાં મહાડીક તાલુકાનો વતની હતો. તેને સંતાનમાં બે પુત્ર છે.


તે હીરાના કારખાનામાં કામ કરતો હતો. તેની પત્ની મજુરી કામ કરે છે. જયારે પરેશને છેલ્લા કેટલા સમયથી દારૂ પીવાની અને જુગાર રમવાની લત હતી. જેના લીધે ચાર માસથી તે કામ પણ કરતો ન હતો. આવા સંજોગોમાં ગત તા. ૮મી એ તેને પત્ની પાસે જુગાર રમવા માટે રૂ.૧૦૦૦ માંગ્યા હતા. જોકે પત્નીએ તેને પૈસા આપવાની ના પાડી હતી. જેથી તેણે પત્ની સાથે ઝઘડો કરી મારઝૂડ કરી હતી. જેથી પત્ની રિસાઈને બે સંતાનોને લઈને વરાછામાં ખાડી મહોલ્લા ખાતે પિયર જતી રહી હતી. ત્યારે તેણે આ પગલું ભરી લીધું હતું. આ અંગે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application