Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલીઓ ચેતજો....બાળક ફુગ્ગો ગળી જતાં મોત નીપજ્યું, માતાનું હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન

  • September 28, 2022 

સુરતનાં પલસાણા તાલુકાનાં વાંકાનેડા ગામે રહેતા પરપ્રાંતીય પરિવારનાં બે બાળકો રમી રહ્યા હતા ત્યારે 10 મહિનાનો બાળક રમતા રમતા ફુગ્ગો ગળી જતા રબર ગળામાં અટકી જતા મોતને ભેટ્યો હતો જોકે માતા-પિતાનાં ચેતવણી રૂપ બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાનાં વાંકાનેડા ગામે ફાટક નજીક શિવસાંઈ રેસિડેન્સી બિલ્ડિંગમાં રહેતા ધંજીભાઈ સુરેન્દ્રભાઈ પાંડે ડ્રાઇવિંગ કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને પત્ની કુલકુમારી અને બે બાળકો મોટો પુત્ર પ્રિયાશુ તેમજ નાનો પુત્ર આદર્શ સાથે રહે છે.




જોકે ગતરોજ વહેલી સવારે 10 વાગ્યાનાં અરસામાં પત્ની કુલકુમારી રસોડામાં કામ કરી રહી હતી અને નાનો 10 મહિનાનો પુત્ર આદર્શ સાથે મોટો પુત્ર પ્રિયાશુ રમી રહ્યા હતા ત્યારે રમત રમતમાં 10 મહિનો આદર્શ ફુગો ગળી ગયો હતો જેથી રડવા લાગતા માતા સામે રહેતી સોનાલીબેન સાથે એક્ટિવા પર બાળકને લઈ ગઈ ચલથાણની સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા જ્યાંથી મોદી હોસ્પિટલમાં તેમજ આસપાસની 5 જેટલી હોસ્પિટલમાં લઈ ગયા હતા.




ત્યારબાદ બાળકને વધુ સારવાર માટે 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં બાળકને લાવવામાં મોડું થઈ ગયું હતું સિવિલમાં ફરજ પરના તબીબે બાળકને મૃત ઘોષિત કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. આમ રમતા રમતા બાળકનું એકાએક મોત થઈ જતા માતાએ હોસ્પિટલમાં ભારે રુદન કરી કલ્પાંત કરતા હોસ્પિટલના લોકો ધ્રુજી ઉઠ્યા હતા. ઘટના અંગે સ્થાનિક પોલીસે નોંધ લીધી હતી. જયારે બાળક નાનું હોવાથી દંપતીએ પી.એમ. માટે ના કહ્યું હતું તેમજ પોલીસ ગુનો પણ નોંધાવ્યો ન હતો, જોકે કડોદરા પોલીસે બાળકનાં માતા-પિતાનો હોસ્પિટલમાં સંપર્ક કરી નિવેદન લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application