Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : લોખંડનાં સળિયાનાં ચોરીનો પ્રયાસ કરનાર ગેંગનો એક યુવક ઝડપાયો, બે વોન્ટેડ

  • August 29, 2022 

પલસાણા તાલુકાનાં એના ગામેથી પસાર થતાં વડોદરા મુંબઈ એક્સપ્રેસવેનાં સાઈટ પરથી અઠવાડિયા અગાઉ લોખંડનાં સળિયા ચોરીનો પ્રયાસ થયો હતો. જોકે ઘટના સમયે સાઈટનાં સિક્યુરિટી ગાર્ડે ચોરોને જોઈ લેતા ચોરો સાથે લાવેલા રીક્ષા અને ટેમ્પો ત્યાં જ મૂકી ભાગી ગયા જતા ચોરીના પ્રયાસ અંગે પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પલસાણા પોલીસે ચોરીનો પ્રયાસ કરનાર ગેંગનો એકને દબોચી લીધો હતો.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગત તા.18 ઓગસ્ટનાં રોજ મોડી રાતે પલસાણાનાં એના ગામેથી પસાર થતા વડોદરા મુંબઈ એક્સપ્રેસવેની સાઈટમાં રાત્રીના સમયે કોઈની શંકાસ્પદ હલચલ દેખાતા સાઈટનાં સિક્યુરિટી ગાર્ડ શિવમંગલ સિંગ ત્યાં ગઈ તપાસ કરતા રાત્રીના અંધરામાં રીક્ષામાં આવેલ કેટલાક ઈસમો સાઈટ પરના 16 MMના લોખંડના સળિયા ચોરી નજીક ઉભેલ અતુલ શક્તિ ટેમ્પોમાં નાંખી રહ્યા હતા.




તે સમયે સિક્યુરિટી ગાર્ડે તેઓને જોઈ લેતા અંધારાનો લાભ લઈ તમામ ચોરો સળિયા અને વાહન ત્યાં જ મૂકી ભાગી છૂટ્યા હતા. જોકે ઘટનાની જાણ સિક્યુરિટી ગાર્ડે ઉપલા અધિકારીઓને કર્યા બાદ બંને વાહનો રીક્ષા GJ/05/BV/5016 તમેજ અતુલ શક્તિ ટેમ્પો નંબર GJ/05/BY/3732માં પાછળ ભરેલા અંદાજીત 400 કિલોથી વધુનાં સળિયા સાથે બંને વાહનો પલસાણા પોલીસ મથકે લાવી અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનાં પ્રયાસ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.




જેથી ફરિયાદનાં આધારે તપાસ દરમિયાન ઇ-ગુજકેપ એપની મદદથી તેમજ પલસાણા પોલીસને મળેલી બાતનીનાં આધારે તે દિવસે ચોરીના પ્રયાસ કરનાર ગેંગનો એક સાગરીત અને ભંગારનો લે વેચનો વ્યવસાય કરતા નારાયણ આસુલાલ ગુર્જર (રહે.મનીષા હોટલની બાજુમાં, ફુરોઝ ભાઈની રૂમમાં કામરેજ) નાની ધરપકડ કરી હતી અને પૂછપરછ દરમિયાન સામે આવેલા ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપી રફીકખાન અને મનોહર નામના ઈસમોને વોન્ટેડ જાહેર કરી પલસાણા પોલીસે બંને વાહનો તેમજ સળિયા મળી કુલ 1,23,900/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application