સુરતનાં પલસાણા તાલુકાનાં કારેલી ગામે રહેતા અને હીરા ઘસતા બે ભાઈ પૈકીનાં મોટા ભાઈનાં લગ્નની વાત છેલ્લા એક વર્ષથ ચાલતી હતી, પરંતુ લગ્ન નહિ થતા હતાશ થયેલા યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતુ. બનાવ અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રનાં જલગાવ જિલ્લાનાં અને હાલ પલસાણા તાલુકાનાં કારેલી ગામે આવેલ રાશી રેસિડેન્સીના મકાન નંબર 332માં રહેતા રાહુલ ગોકુળ પાટીલ (ઉ.વ.32) જેઓ માતા પ્રેમિલાબેન અને નાનાભાઈ મનોહરભાઈ સાથે રહીને સુરત ખાતે હીરા ઘસી પોતાનું ગુજરાન ચલાવતા હતા.
જોકે રાહુલનાં લગ્નની વાત છેલ્લા એક વર્ષથી ચાલતી હતી પરંતુ લગ્ન નહિ થતા તે હતાશ રહેતો હતો અને રાહુલ અને નાનોભાઈ મનોહર પણ એજ જગ્યાએ હીરા ઘસવાનું કામ કરતા હતા.પરંતુ સોમવારના રોજ મનોહરની તબિયત સારી નહિ હોવાથી રાહુલ અને મનોહર બંને નોકરીએ નહિ જતા બંને ઘરે જ હતા.
તેમજ બપોરના સમયે રાહુલ પોતાના રૂમમાં સુઈ ગયો હતો અને સાંજના સમયે માતા પ્રેમીલાએ રૂમનો દરવાજો ખખડાવતા રાહુલે જવાબ નહિ આપતા માતાએ મનોહરને બોલાવ્યો મનોહરે દરવાજાની તિરાડ માંથી જોયું તો રાહુલ ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યો હતો. ત્યારબાદ મનોહરે તુરત પલસાણા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પરિવારનું નિવેદન લઈ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500