માખીંગા ખાતેના ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાર મહિલાઓને ઝડપી પાડવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા પોલીસ સ્ટાફનાં માણસો મંગળવારનાં રોજ વહેલી સવારે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીનાં આધારે માખીંગા ખાતેના ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી.
તે દરમિયાન ખાનગી વાહનમાં આવી હાઇવેની બાજુએ ઉભી રહેલી ચાર મહિલાઓ શોભનાબેન મહેશભાઈ પટેલ (રહે.અમલસાડી), સરોજબેન પિયુષભાઈ પટેલ (રહે. ગણદેવી), નિશાબેન વિજયભાઈ પટેલ (રહે.મહુવા) અને સુષ્માબેન સુભાષભાઈ યાદવ (રહે.બીલીમોરા) નાઓ પાસે રહેલી શંકાસ્પદ બેગોમાં તપાસ કરતા તમામ બેગો માંથી વિવિધ કંપનીઓની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
જોકે પોલીસે ચારેય મહિલાઓને પોલીસ મથકે લઈ ગઈ બેગમાં તપાસ કરતા તમામ બેગોમાંથી કુલ 215 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 30,950/-ની હતી જે વિદેશી દારૂ કબજે લીધો હતો.
તેમજ પોલીસની પૂછપરછમાં મહિલાએ જણાવ્યું હતું કે, દમણની વિવિધ વાઇન શોપમાંથી આ દારૂની બોટલો ખરીદી પલસાણાનાં હરીપુરા ખાતે રહેતી લિસ્ટેડ બુટલેગર નીરૂબેનને આપવા આવી રહી હતી. બનાવ અંગે પોલીસે ચારેય મહિલાઓની અટકાયત કરી નીરૂબેન (રહે.હરીપુરા) નાને વોન્ટેડ જાહેર કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500