Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ઝાડ નીચે જુગાર રમતા ચાર ઈસમો પોલીસ પકડમાં

  • August 22, 2022 

પલસાણા તાલુકાનાં કણાવ ગામે લીમડાવાળા રસ્તે આંબાનાં ઝાડ નીચે ચાદર પથારી જુગાર રમતા ચાર ઈસમો ઝડપાતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, પલસાણા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.




તે દરમિયાન મળેલ બાતમી આધારે, પલસાણા તાલુકાનાં કણાવ ગામે લીમડાવાળા રસ્તે જગદીશ પટેલનાં ખેતરનાં શેઢા પર આંબાના ઝાડ નીચે ચાદર પર ટોળું વળી જુગાર રમી રહેલા 4 ઈસમો જેમાં મહમદજલાલ શેખ (રહે.પલસાણા), રઝાક નરૂલઇસ્માઇલ વિશ્વાસ, રમણભાઈ રાઠોડ અને વિક્રમભાઈ નદાણીયા નાઓની ધરપકડ કરી હતી.




જોકે પોલીસે દાવ પર લગાવેલ રૂપિયા 22,200/- અને અંગ ઝડતીનાં 14,200/-મળી કુલ રૂપિયા 36,400/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application