Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Raid : મકાન અને કારમાંથી રૂપિયા 3.73 લાખનો વિદેશી દારૂ મળ્યો, બે ઈસમો વોન્ટેડ

  • January 09, 2023 

સુરત જિલ્લા LCB અને પેરોલ ફર્લો સ્કોર્ડ શાખાનાં કર્મચારી પ્રોહી જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા બાબતે અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન LCB એ.એસ.આઈ. તથા સ્ટાફનાં નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે, કઠોદરા ગામે મંદિર ફળીયા ખાતે રહેતો રાહુલ દિનેશભાઈ રાઠોડ તથા તેનો સાગરીત લાલુ ધનસુખભાઈ રાઠોડ રહે કઠોદરા મંદિરા ફળીયુ નાઓ ભેગા મળી લાલુના રહેણાક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવેલ છે અને ત્યાથી અલગ અલગ વાહનોમાં ભરી સંગેવગે કરવાની પેરવીમાં છે.




જે બાતમીનાં આધારે તે જગ્યાએ પોલીસની એક ટીમે રેડ કરતા બાતમી વાળા મકાન માથી તથા મકાનની બાજુમાં પાર્ક કરેલ ઈકો કાર રજી નંબર GJ/22/H/9244 માંથી અલગ-અલગ બ્રાન્ડની 1680 નંગ ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા ટીન બીયર મળી આવ્યા હતા. આમ, પોલીસે રૂપિયા 3,73,200/-ની કિંમતનો વિદેશી દારૂ તેમજ ઇકો કાર મળી કુલ રૂપિયા 7,73,200/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ રેડ દરમિયાન હાજર નહી મળી આવેલ રાહુલ દિનેશભાઈ રાઠોડ (રહે.કઠોદરા, મંદિર ફળીયુ, તા.કામરેજ) તથા લાલુ ધનસુખભાઈ રાઠોડ (રહે.કઠોદરા, મંદિર ફળીયુ, તા.કામરે)નાને વોન્ટેડ જાહેર કરી બંને વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application