સુરતનાં માંગરોળ તાલુકાનાં પાલોદ વિસ્તારમાં વેસ્ટ ગોડાઉનમાં સંતાડેલો રૂપિયા 2.57 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એલ.સી.બી પોલીસના માણસો સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમાં ગેરકાયદેસર વિદેશી દારૂની પ્રવૃતી શોધી કાઢવા બાબતે કીમ કોસંબા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન એલ.સી.બી સુરત ગ્રામ્યનાં કર્મીઓને બાતમી મળી હતી કે, પાલોદ ગામે રહેતો રામરાજ પટેલ તથા તેના માણસ સાથે પાલોદ ગામની સીમમાં આવેલ કીમ ચાર રસ્તાથી માંડવી જતા રોડ ઉપર આવેલ ચંદ્રપ્રકાશ ઉર્ફે અનુબાબા દયારામ મિશ્રાના વેસ્ટેજ ગોડાઉનમાં આવેલ દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી સંતાડી રાખી સગેવગે કરવાની પેરવીમા છે.
જે બાતમીનાં આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરવા માટે ગયા હતા તે સમયે પાલોદ આઉટ પોસ્ટના કર્મીઓને પણ મળેલી બાતમી આધારે જેઓ પણ આવી જતાં સયુક્ત રીતે રેડ કરી બાતમી વાળી જગ્યા વેસ્ટ ગોડાઉનમાં આવેલ દુકાન માંથી વિદેશી દારૂની જુદી-જુદી બ્રાંડની 1659 બોટલો મળી આવી હતી.
જોકે ત્યાં હાજર રામરાજ ઇન્દ્રભાન પટેલ (રહે.પાલોદ ગામ, ભૂરાભાઈ પઠાણની રૂમમાં, માંગરોળ મૂળ રહે.મધ્યપ્રદેશ) હરીરામ સીતારામ કસ્યપ (રહે.પાલોદ ગામ, સપના નગર, માંગરોળ) નાઓની અટકાયત કરી દારૂ મંગાવનાર સંતોષ કુમાર અને દારૂ આપનાર ચંદ્રપ્રસાદને વોન્ટેડ જાહેર કરી રૂપિયા 2,57,500/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500