સુરત LCB ગ્રામ્યનાં માણસો કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં દરમિયાન LCB સુરત ગ્રામ્યનાં ASI નાઓને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, લીમોદ્રા ગામની સીમમાં આવેલ શિવાલીક ફાર્મ હાઉસમાં બનાવેલ મકાનો પૈકી અંદર પ્રવેશતા જ પ્રથમ આવેલ બંને મકાનોમાં બનાવેલ બાથરૂમોમાં લીમોદ્રા ખાતે રહેતો કિશન પ્રવિણભાઇ પટેલ તથા લીંડીયાત ગામમાં રહેતો વિરલભાઇ ધનસુખભાઇ વસાવા નાઓએ વિદેશી દારૂનો જથ્થો મંગાવી ફાર્મહાઉસના બંને મકાનના બાથરૂમોમાં સંતાડેલ છે અને સગેવગે કરવાની પેરવીમાં છે.
જે બાતમીનાં આધારે પોલીસની એક ટીમે સ્થળ ઉપર રેડ કરતા ઘટના સ્થળેથી 1,50,600/-ની કિંમતી 744 નંગ વિદેશી દારૂની નાની-મોટી બોટલોનો માતબર જથ્થો મળી આવ્યો જતો તેમજ એક બાઈક GJ/05/DJ/3156 મળી આવી હતી. આમ, પોલીસે બંને આરોપી કિશન પ્રવિણભાઇ પટેલ (રહે.લીમોદ્રા, વચલું ફળિયું, માંગરોળ) તથા વિરલભાઇ ધનસુખભાઇ વસાવા (રહે.કોલોની ફળિયું, માંગરોળ) નાને વોન્ટેડ જાહેર કરી 1.65 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500