Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પોમાં સાબુ અને શેમ્પુની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો, ત્રણ ઈસમો વોન્ટેડ

  • November 07, 2022 

સુરતનાં ઓલપાડ તાલુકાનાં ભટગામની સીમમાંથી પોલીસે સાબુ અને શેમ્પુની આડમાં ટેમ્પામાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસે સાબુ, શેમ્પુ તેમજ વિદેશી દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 16.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી માહિતી અનુસાર, ઓલપાડ પોલીસ સ્ટાફનાં માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઓલપાડ ટાઉન સાયણ પરા વિસ્તારમાં રહેતા શહેઝાદ ઝુલ્ફીકાર મલેકે આઇસર ટેમ્પોમાં સાબુ અને શેમ્પુના બોક્સની આડમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવેલો છે.

જે વિદેશી દારૂનો જથ્થો ભટગામની સીમમાં આવેલા ખેતરાડીમા કારટિંગ કરનાર છે. જે ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે સ્થળ ઉપર જઈ રેડ કરી હતી અને આઇસર ટેમ્પામાંથી પોલીસે તપાસ હાથ ધરતા વિદેશી દારૂ તેમજ બિયરની કુલ 1920 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 5 લાખ 34 હજાર, લક્ષ સાબુના બોક્સ 240 જેની કિંમત રૂ.3 લાખ 60 હજાર, ક્લિનિક પ્લસ શેમ્પુના બોક્સ 780 જેની કિંમત રૂ.3 લાખ 90 હજાર તેમજ ટેમ્પો મળી 16 લાખ 34 હજારનો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જોકે પોલીસે શહેઝાદ ઝુલ્ફીકાર મલેક, આઇસર ટેમ્પોનાં ચાલક તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર 3ને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application