બારડોલીનાં મોતા ગામે ટેમ્પોમાંથી સગેવગે થતો રૂપિયા 1.42 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસને જોતા ટેમ્પો ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી ગ્રામ્ય પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, બારડોલી તાલુકાનાં મોતા ગામની સીમમાં શ્રી શાંતારામ ભટ્ટ હાઈસ્કૂલની બાજુમાં તળાવ પાસે કામરેજ તરફ જતા રોડ પર એક ટેમ્પો માંથી વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરવામાં આવી રહ્યો છે.
જે બાતમીનાં આધારે બારડોલી ગ્રામ્ય પોલીસે છાપો મારતા સ્થળ પરથી ટેમ્પો ચાલક નાસી છૂટ્યો હતો. આમ, પોલીસે સ્થળ પર જઈ ટેમ્પોમાં તપાસ કરી આવતા અંદરથી મોટા જથ્થામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો જયારે ગણતરી કરતા દારૂની 1860 બોટલ મળી હતી જેની કિંમત રૂપિયા 1,42,800/- હોવાનું પોલીસે જણાવ્યું હતું. જોકે દારૂ ઉપરાંત 2 લાખની કિંમતનો ટેમ્પો મળી કુલ રૂપિયા 3,42,800/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500