કડોદરાનાં તાંતીથૈયા ગામની એક સોસાયટીમાં પોલીસે રેડ કરી રહેણાંક મકાનની બહાર ઉભેલી બે રીક્ષા અને મકાનમાંથી વિવિધ બ્રાંડની 1872 નંગ વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી વિભાગીય પોલીસ વડા તેમજ કડોદરાના પી.આઈ. નાઓને સયુંકત રાહે મળેલી બાતમીનાં આધારે રવિવારનાં રોજ મોડી સાંજે કડોદરા પોલીસની એક ટીમે પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ગામે રાજમંદિર રેસિડેન્સીના મકાન નંબર-259માં રેડ કરી હતી.
જોકે આ રેડમાં પોલીસે મકાનની બહાર ઉભેલી બે ઓટો રીક્ષા નંબર GJ/05/AY/9538 અને નંબર GJ/05/XX/4612 માંથી તેમજ 259 નંબરનાં મકાનમાંથી જુદી-જુદી બ્રાંડની વિદેશી દારૂની 1872 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. ઘટના અંગે પોલીસે વધુ તપાસ કરતા આ વિદેશી દારૂ મકાન નંબર 259માં રહેતા રાહુલ બારકુંભાઈ મરાઠેએ બપોરમાં સમયે એક થ્રી-વિલહર ટેમ્પોમાં લાવી આ બંને રિક્ષામાં તેમજ મકાનમાં સંતાડયો હતો અને આ વિદેશી દારૂ રીક્ષા મારફતે સુરત શહેરનાં લીંબયતના ગણેશનગર-2 નહેર ખાતે રહેતા સંજય ઉર્ફે સંજુ દાઢી ભીમરાવ ગવાણે નાઓને મંગાવેલ હોવાથી તેમને પહોંચાડવાનાં ફિરાકમાં હતા.
આમ, પોલીસે આ 1,36,800/-ની કિંમતની વિદેશી દારૂ અને રીક્ષા મળી 2,56,800/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ ગુનામાં સંડોવાયેલા રાહુલ બારકુંભાઈ મરાઠે, સંજુ ઉર્ફે સંજુ દાઢી ભીમરાવ ગવાણે થ્રી-વ્હીલ ટેમ્પાનો ચાલક અને વિદેશી દારૂ મોકલનાર મળી કુલ 4 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ પ્રોહીબિશનનાં એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500