Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Raid : ખુલ્લી જગ્યામાંથી વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવ્યો, બે વોન્ટેડ

  • September 07, 2022 

ઓલપાડ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, આડમોર ગામનાં પરીમલ અશોકભાઇ પટેલનાએ વિદેશી દારૂનો જથ્થો મંગાવી ભાડુંત ગામ મહાલક્ષ્મી રેસીડન્સીની પાછળ કંમ્પાઉન્ડ વાળી જગ્યાની પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં ઉતારેલ છે અને તે સગેવગે કરનાર છે.




જે બાતમી પોલીસ સ્ટાફના માણસો બાતમી વાળી જગ્યાએ પહોંચી રેડ કરી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ વ્હીસ્કીની નાની મોટી બોટલો તથા ટીન બીયરની કુલ 50 પેટી જેમાં બોટલ ટીન મળી કુલ 1,224 નંગ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 2,84,400/-નો દારૂ મળી આવ્યો હતો. આમ, પોલીસે ગુનામાં સંડોવાયેલ પરીમલ અશોકભાઇ પટેલ (રહે.આડમોર ગામ તા.ઓલપાડ જિ.સુરત) તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર ઇમસ મળી બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application