સુરત જિલ્લાનાં મહુવા ગામે વાડી ફળિયામાં રહેતા અને તરસાડી ખાતે ટાઇલ્સ બનાવવાની ફેકટરીમાં કામ કરતા સુરેશભાઈ અશોકભાઈ હળપતિ (ઉ.વ.20) નાએ ગુરુવારે બપોરનાં સમયે અગમ્ય કારણસર પોતામાં ઘરમાં વાંસના મોભ સાથે સાડી વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
જોકે ઘટના અંગે પરિવારને જાણ થતાં 108 મારફતે મહુવા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો ઘટના અંગે મૃતકમાં કાકા ભાઈ સુનીલ હળપતિએ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application