સુરતનાં રીંગરોડ જુની સબજેલની બાજુમાં સરકારી ક્વાટર્સના કંમ્પાઉન્ડમાં આવેલી પાણીની ટાંકી તોડવામાં આવી હતી. જેમાંથી પાણી રોડ પર આવતા ફેલાયેલા કાદવ-કિચડમાં વારાફરતી વાહનો સ્લીપ થયા હતા. જેમાં પાંચ વ્યકિતને ઇજા તઇ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મુળ રાજસ્થાનનો વતની અને હાલ પરવટ પાટીયા મોડલ ટાઉનમાં કૈલાશ નગરમાં રહેતો 24 વર્ષનો લલીત બાબુલાલ ગહેલોત અને તેના કાપડ વેપારી મિત્ર અશોક હિરાલાલ શિરવે (ઉ.વ.24, રહે.સાલાસર રેસીડન્સી, ગોડાદરા) બપોરે બાઇક પર ડુમસ રોડનાં મોલમાં જવા નીકળ્યા હતા. રીંગરોડ પર જુની સબજેલ પાસેના રોડ પર કાદવ-કિચડમાં તેમની બાઇક સ્લીપ થઇ હતી. જેમાં બંને ઇજા થતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
બંનેનાં પરિચિતે કહ્યું કે, જુની સબજેલની બાજુમાં સરકારી ક્વાટર્સના કમ્પાઉન્ડમાં આવેલી જુની મોટી પાણીની ટાંકી તોડવામાં આવી હતી. જેથી પાણી રોડ આવતા કાદવ-કિચડ અને પથ્થરના લીધે બાઇક સ્લીપ થઇ હતી અને તુટેલી ટાંકીનો કાટમાળ પણ બંનેને વાગ્યા હતા. રીંગરોડ પર બપોરે પાણી સાથે કાદવ કિચડ હોવાના લીધે અન્ય બે બાઇક સહિત કેટલાક વાહન ચાલકો સ્લીપ થયા હતા તો એક રીક્ષા પલ્ટી મારી જતા દોડધામ મચી ગઇ હતી આ અકસ્માતમાં બાઇક સવાર લલીત, અશોક તથા અન્ય બાઇક સવાર મયુર વાલાણી (ઉ.વ.35, રહે.મોટા વરાછા), સ્વરૃપ લુખી (ઉ.વ.27, રહે. કાપોદ્રા) ઉપરાંત મગન પરમાર (ઉ.વ.35, રહે.પાલ)ને પણ નાની-મોટી ઇજા થઇ હતી. આ તમામને સારવાર માટે સિવિલમાં ખસેડાયા આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500