સુરતનાં પલસાણા તાલુકાનાં તરાજ ગામે નેશનલ હાઈવે નંબર-53ની બાજુમાં આવેલ મંડપનાં ગોડાઉનમાં ગતરોજ મોડી સાંજે એકાએક આગ ભભૂકી લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે ગોડાઉનમાં મોટા ભાગે કાપડ અને લાકડાની વસ્તુઓ હોવાથી આગે ગણતરીનાં સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. પરંતુ ફાયર વિભાગને જાણ કરતા સચિન, પલસાણા PEPL, કામરેજ અને બારડોલી ફાયર મળી કુલ 5 ફાયરની ટિમ પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મોડી સાંજે 2 કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આગમાં ગોડાઉનમાં મુકેલો તમામ સમાન આગમાં ખાખ થઈ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application