બારડોલી બાજીપૂરા હાઇવે પર આવેલા એક ગામની સગીરાને યુવકે લગ્નની લાલચે ગર્ભવતી બનાવી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. બારડોલી તાલુકાના એક ગામમાં રહેતી શ્રમિક પરિવારની એક 16 વર્ષીય સગીરને બારડોલીનાં ઉવા ગામ ખાતે રહેતાં વિકાસ મુકેશભાઇ હળપતિ (ઉ.વ.20) સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા.
તે સમયે વિકાસે સગીરા ને હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી તેનું શારીરીક શોષણ પણ કર્યું હતું. જોકે ગત તા.1લી જૂન 2019 થી પહેલી જૂન 2022ના સમયગાળા દરમિયાન વિકાસ હળપતિ ઘણી વખત યુવતીના ઘરે પહોંચી જતો હતો અને ઘણી વખત તેને પોતાના ઘરે લઈ ગયા બાદ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ પણ બાંધ્યા હતાં.
આ સંબંધોનાં પરિણામે સગીરને ગર્ભવતી બની હતી જેની શારીરીક તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ત્યારે ફરજ પર ના ડૉકટરે પોલીસને જાણ કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બારડોલી ગ્રામ્ય પોલીસ મથકે ભોગ બનનાર સગીરાના દાદીએ આરોપી વિશાલ મુકેશ હળપતિ (રહે.ઉવા ગામ તા.બારડોલી)નાને સામે પોસ્કો એક્ટ મુજબ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500