Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લગ્ન લાલચ આપી સગીરાને ભગાડી જનાર યુવક સામે ગુનો દાખલ

  • June 22, 2022 

સુરતનાં પલસાણા તાલુકાનાં સોયાણી ગામે રહેતા યુવકની ગામની જ એક સગીરા સાથે પ્રેમ થતા લગ્નની લાલચે ગામમાં જુદી-જુદી જગ્યાએ અવારનવાર શારીરિક સબંધ બાંધતા સગીરા ગર્ભવતી બનાવી લગ્નની લાલચે ભગાડી જતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચયો હતો પોલીસ મથકમાં યુવતીની માતાએ યુવક વિરુદ્ધ પલસાણા પોલીસમાં ફરિયાદ આપી હતી.



સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાનાં સોયાણી ગામે ઢીમમર ફળિયામાં રહેતા પ્રવીણભાઈ સન્મુખભાઈ રાઠોડ (ઉ.વ.19) નાઓની ગામમાં રહેતી યોગીતા નામની 16 વર્ષીય સગીરા સાથે પ્રેમ સબંધ પાંગરતા લગ્નની લાલચે પ્રવીણ રાઠોડે સગીરા સાથે એકલતાનો લાભલઇ અવારનવાર શારીરિક સબંધ બાંધતા સગીરાને 5 માસનો ગર્ભ રહી ગયો હતો.



જોકે આ મામલે પરિવારને જાણ થતાં પ્રવિણ રાઠોડ સગીરાને લગ્નની લાલચે ભગાડી જતા સગીરાની માતાએ પલસાણા પોલીસ મથકમાં જાણ કરી હતી ઘટના અંગે પલસાણા પોલીસે યુવક વિરુદ્ધ પોસ્કો એકટ હેઠળ અને અપહરણ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application